બાંગ્લાદેશ 182 રનમાં સમેટાયુ, ભારતનો 227 રને શાનદાર વિજય
- Ind vs Ban ભારતે ત્રીજી વનડે મેચ કરી પોતાના નામ
- બાંગ્લાદેશ 2-1થી જીત્યું સીરીઝ
- ઈશાન કિશન અને કોહલીનાં કારણે ભારત બચ્યું ક્લીન સ્વીપથી
ભારતીય ટીમે પ્રથમ બંને વન ડે મેચ ગુમાવવાને લઈ અંતિમ મેચને જીતવા માટે દબાણ સર્જાયુ હતુ. તો બીજી તરફ નિયમીત કેપ્ટન રોહિત શર્મા સહિત મહત્વના ખેલાડીઓ ઈજાને લઈ આરામ પર હતો. આ સ્થિતીમાં હવે ભારતીય ટીમે ઓપનર તરીકે ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યુ હતુ. જેણે લાંબા સમય બાદ પરત ફરતા શાનદાર રમત દર્શાવી હતી.
ભારતનુ શાનદાર બોલીંગ આક્રમણ
ભારતીય ટીમની જબરદસ્ત બેટિંગ બાદ બોલરોએ પણ શાનદાર બોલીંગ આક્રમણ કર્યુ હતુ. જેને લઈ બાંગ્લાદેશની ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. 33 રનમાં જ યજમાન ટીમની ઓપનીંગ જોડી તુટી ગઈ હતી. અક્ષર પટેલે અનામુલ હકની વિકેટ ઝડપીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બીજી સફળતા સિરાજે બાંગ્લાદેશના કેપ્ટન લિટ્ટન દાસનો શિકાર ઝડપ્યો હતો. દાસ 26 બોલમાં 29 રન નોંધાવી પરત ફર્યો હતો. મુશ્ફીકુર રહિમ 7 રન નોંધાવી આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને બોલ્ડ કરી દીધો હતો. યાસીર અલી 25 રન નોંધાવી ઉમરાન મલિકનો શિકાર થયો હતો.
શાકિબ અલ હસન સેટ થઈ રમતને આગળ વધારી રહ્યો હતો, ત્યારે જ કુલદીપ યાદવે તેને બોલ્ડ કરીને પરત મોકલતા જ બાંગ્લાદેશની લડત નબળી પડી ગઈ હતી. મહમુદ્દલ્લાહ 20 રન નોંધાવીને આઉટ થયો હતો, તેને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો હતો. અફિફ હુસૈન 8 રનમાં જ પરત ફર્યો હતો. મહેંદી હસન મિરાજ 3 રન નોંધાવી આઉટ થયો હતો.
ઈશાન-કોહલીની શાનદાર ઈનીંગ
ઓપનર તરીકે રોહિત શર્માના ઈજાને લઈ આરામ પર રહેવાને લઈ ઈશાન કિશનને મોકો મળ્યો હતો. ઈશાને વિરાટ કોહલી સાથે મળીને શાનદાર રમત દર્શાવી હતી. ઈશાન કિશને વન ડે કરિયરની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવી દીધી હતી. તેણે 131 બોલમાં શાનદાર 210 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન ઈશાને 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ પણ જબરદસ્ત રમત રમી હતી. કોહલીએ પણ 91 બોલમાં 113 રન નોંધાવ્યા હતા. કોહલી અને બંનેની રમતે ભારતના સ્કોરને 400ને પાર માટે પાયો નાંખી દીધો હતો.
આપણ વાંચો- ઈશાન કિશને ત્રીજી વન ડેમાં રચ્યો ઈતિહાસ , ત્રીજી વન ડેમાં ફટકારી બેવડી સદી